આજ રોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્રારા વાપી GIDC ખાતે
લઘુઉધ્યોગભારતી વલસાડ જિલ્લો , વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ એન્જીનિયર્સ એસોસિયેશન
ઓફ વાપી અને આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ કાર્યક્રમ
વૃક્ષારોપણ માં વિશેષ હાજરી આપી હતી.
લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ચાલુ વર્ષમાં વિવિધ જીઆઇડીસી વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષોનું
વાવેતર થાય એ માટે તબક્કાવાર વિવિધ આયોજન કરેલ છે. જેના ભાગરૂપે આજે વાપી GIDC થર્ડ
ફેઝમાં જેટકો પાવર સ્ટેશન અને આરતી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની નજીક આવેલ GIDC ના પ્લોટ માં
ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યો છે. આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગ્રીન બેલ્ટની
માવજત માટેની વિશેષ કામગીરી કરવામાં આવશે.
વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવવા તેમજ ગ્રીન બેલ્ટ ડ્રાઇવને સફળ બનાવવા માટે લઘુ
ઉદ્યોગ ભારતી ના મૃણાલભાઈ ત્રિવેદી અને રાજેશભાઈ તારા ને શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના
હસ્તે મોમેન્ટો આપી બીરદાવવામાં આવ્યા.
કાર્યક્રમના અંત માનનીય મંત્રીશ્રી દ્વારા આરતી ઇન્ડસ્ટ્રીઝ ની શુભેચ્છા મુલાકાત
લેવામાં આવી.
આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ.
સતિષભાઈ પટેલ વાપી VIA પ્રેસિડેન્ટ
હેમંતભાઈ પટેલ વાપી નોટિફાઇડ એરીયા ઓથોરિટી ચેરમેન
મેહુલભાઈ પટેલ વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભરતી પ્રમુખ
કમલેશભાઈ લાડ એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ
VIA સેક્રેટરી કલ્પેશભાઈ વોરા
VIA પૂર્વ પ્રમુખ કમલેશભાઇ પટેલ
ભાવેશભાઈ મહેતા આરતી ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર.
કિરીટભાઈ ગુંદલાવ એકાઈ પ્રમુખ
કાર્તિકભાઇ વાપી એકાઈ પ્રમુખ
કૌશિકભાઈ સરીગામ એકાઈ પ્રમુખ
મિહિરભાઈ ઉમરગામ એકાઈ મહામંત્રી
દિલીપભાઈ પાટીલ દમણ એકાઇ પ્રમુખ
મનીષભાઈ ઠાકોર સેલવાસ એકાઈ પ્રમુખ
વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી મહામંત્રી સંતોષભાઈ , વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી
સેક્રેટરી પ્રફુલભાઈ , વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી ઉપાધ્યક્ષ આનંદભાઈ , વલસાડ જિલ્લા
લઘુ ઉદ્યોગ ભારતી ઉપાધ્યક્ષ જયદીપભાઇ તલસાણીયા
તેમજ વિવિધ સભ્યો હાજર રહ્યા હતા.